સુરતઃસરકારી યોજનાઓનો આશરો લઈને ગરીબ અને મહેનતકશ લોકોની મહેનતની કમાણી લૂંટવાનો ચોંકાવનારો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના,પંડિત દિનદયાળ નગરમાં ડ્રો વગર મકાન તથા દુકાન અપાવવાની લાલચ આપી એક યુવકે ૫૦ લોકો પાસેથી રૂા ૬૦.૨૧ લાખ પડાવી ફરાર થઈ ગયો છે.પાલનપુર જકાતનાકા પાસે રામજી મંદિર નજીક સંત તુકારામ સોસાયટીમાં રહેતા નૈનેશભાઈ વિનોદભાઈ ચોટલીયા વર્ષ ૨૦૨૪ દરમિયાન પાંડેસરાના મયંક મિશ્રાના સંપર્કમાં આવ્યા હતા.