ચોટીલા ડુંગર તળેટીમાં સરકારી જમીન પરના દબાણો હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત આશરે 17 એકર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી છે, જેની બજાર કિંમત અંદાજે ₹105 કરોડ રૂપિયા આંકવામાં આવી છે.સુપ્રસિદ્ધ ચામુંડા માતાજીના મંદિરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. યાત્રાળુઓને અવરજવરમાં કોઈ અગવડ ન પડે તે માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. ડુંગર તરફ જતા 40 ફૂટ પહોળા રસ્તા પર દુકાનદારો દ્વારા આશરે 10-10 ફૂટનું દબાણ કરીને રસ્તો 20 ફૂટ થ