થાનગઢ પોલીસ મથકના સ્ટાફને શહેરના ઘોઘા ગેરેજ પાછળ એક શખ્સ મોબાઈલમાં વરલી મટકાનું જુગાર રમાડતો હોવાની બાતમીને આધારે સ્થાનિક પોલીસે દરોડો કરી મુકેશભાઈ ચંદ્રકાંતભાઈ સંઘવીને રોકડ ૩૩૦ રૂપિયા તથા એક મોબાઇલ કિંમત ૫૦૦૦ રૂપિયા એમ કુલ ૫૩૦૦ રૂપિયા સાથે ઝડપી લઇ વરલી મટકાનું કટીંગ આપતા ચોટીલાના મહારાજ હાજર નહિ મળી આવતા બંન્ને વિરુધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.