સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ જમીનને લઈને અનેક કૌભાંડો બહાર આવી રહ્યા છે. તેવામાં હવે લખતર તાલુકામાં પણ આવી જ કંઈક ફરિયાદ ઉઠી છે. લખતર તાલુકાના ઝમર ગામે રહેણાંક માટે ફાળવવામાં આવેલ પ્લોટમાં આરોગ્ય કેન્દ્ર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાની ફરિયાદો ઉઠી છે. જે અંગે ગામના પરા વિસ્તારના નાગરિકો તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. જ્યાં તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું