ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ હેમલતા ચૌધરીની અધ્યક્ષતામાં મહિલાઓ આગેવાનો અને સભ્યોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મહિલાઓના હક્કો અને તેમને સશકતીકરણ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરાઈ હતી.સાથે જ ભાજપ દ્વારા મનરેગા યોજનાનું નામ બદલવાને લઈને સમગ્ર દેશમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધના કાર્યક્રમો આપવામાં આવી રહ્યા હોય મહિલા કોંગ્રેસ દ્વારા પણ આ બાબતે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.