મુન્દ્રામાં ધોળેદહાડે જ્વેલરી શોપમાં ધાડ પાડવાનો પ્રયાસ; ફાયરિંગના લાઈવ દ્રશ્યો CCTV વાયરલ મુન્દ્રામાં ગઈકાલે જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ નિષ્ફળ રહ્યો છે. બંદૂકધારી બદમાશોએ લૂંટના ઈરાદે ફાયરિંગ કર્યું હતું, પરંતુ વેપારીની સમયસૂચકતા અને પ્રતિકારને કારણે લૂંટારુઓ ભાગી છૂટ્યા હતા. આ સમગ્ર ઘટનાના CCTV વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. હાલ પોલીસ આ મામલે સઘન તપાસ કરી રહી છે અને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. વિગતો સાત વાગ્યે મળી હતી