સાંત્વન વિકલાંગ વિકાસ ટ્રસ્ટ ખાતે દિવ્યાંગોને કુત્રિમ હાથ પગ કેલિપર્સ નિશુલ્ક આપવાનો કેમ્પ યોજાયો હતો.મહાવીર સેવા સદન કલકત્તા હેલ્થ એન્ડ ગેર ફાઉન્ડેશન અમદાવાદ તેમજ સાંત્વન વિકાસ મંડળ માખીયાળા ના સહયોગથી કાર્યક્રમ યોજાયો હતો.જિલ્લા કલેકટર એસ.પી તેમજ શહેર ભાજપ પ્રમુખ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.50થી વધુ લાભાર્થીઓને કુત્રિમ હાથ અને પગનું વિનામૂલ્ય વીતરણ કરાયું છે.કુત્રિમ હાથ પગ નું વિતરણ થતા લાભાર્થીઓએ જણાવ્યું કે સાચા અર્થમાં જ આ ભગવાન છે.