ભાવનગરના ચિત્રા માર્કેટિંગ યાર્ડમાં બટેટાનો થડો હટાવવાની વાતને લઈને શાકભાજી વેપારી રાજેન્દ્રસિંહ દિલુભા જાડેજા પર છરા વડે હુમલો કરવાનો પ્રયાસ અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે. આરોપી ચંદન રણજીતભાઈ ગાળો આપી છરો લઈને દોડ્યો હતો, પરંતુ હાજર લોકોએ વચ્ચે પડીને ફરિયાદીને બચાવ્યો હતો. બનાવ બાદ આરોપી ફરાર થયો હતો. આ મામલે બોરતળાવ પોલીસ સ્ટેશમાં ગુનો નોંધી આરોપીઓને ઝડપી લીધો