ખંભાત શહેરના લુહારીવાસ ખાતે રહેતો વિજયભાઈ ઉર્ફે લાલો નટુભાઈ ચુનારા (ઉ. વ. ૨૫) ગત ૫મી તારીખના રોજ ઘરેથી મજુરીકામ માટે જાવ છું તેમ કહીને ઘરેથી નીકળ્યા બાદ ક્યાંક ગુમ થઈ જવા પામ્યો હતો. જેની શોધખોળ કરવા છતાં પણ ના મળી આવતા આ અંગે ખંભાત શહેર પોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.