મોરબી - કચ્છ હાઇવે પર માળીયા મીયાણાના સુરજબારી પુલ નજીક ગત તા.30 ઓક્ટોબરના રોજ NL - 01 - AA - 5670 નંબરના ટેન્કર ચાલક ડાલુરામ રામારામ દતરવાલ (રહે.બાડમેર, રાજસ્થાન)એ પુરપાટ ઝડપે પોતાનું ટેન્કર ચલાવી અજાણ્યા વાહનના પાછળના ભાગે ટેન્કર અથડાવી દેતા તેનું મોત થયું હતું. જેથી આ બનાવ અંગે મૃતકના ભાઈએ માળીયા મિયાણા પોલીસ મથકમાં ગઇકાલે પોલીસ ફરિયાદ નોંધાવી છે...