પુણા: નવી સિવિલ હોસ્પિટલ ખાતે 84 મું સફળ અંગદાન, 28 વર્ષીય બ્રેઇન્ડેડ યુવકના અંગદાનથી ત્રણ લોકોને નવજીવન
Puna, Surat | Nov 22, 2025 સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે શનિવારે વધુ એક અંગદાનની ઘટના પ્રકાશમાં આવી છે. 28 વર્ષીય બ્રેઇન્ડેડ અક્ષય વિલાસ પાટીલના અંગદાન થી ત્રણ લોકોને નવજીવન મળવા જઈ રહ્યું છે. અક્ષય વિલાસ પાટીલ્લા લીવર, બે કિડનીનું દાન કરાયું છે.જ્યાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે 84 મું આ સફળ અંગદાન થયું છે. મૂડ મહારાષ્ટ્રના થાણે જિલ્લાના માહીમના વતની પરિવારે પોતાના બ્રેઇન્ડેડ સ્વજનના અંગોનું દાન કરી જરૂરિયાત મંદોને નવજીવન આપવામાં મોટું યોગદાન આપ્યું છે.