વલસાડ: જિલ્લામાં સરદાર @૧૫૦ – યુનિટી માર્ચ ૨૦૨૫ અંતર્ગત દરેક વિધાનસભા વિસ્તારોમાં પદયાત્રાઓ યોજાશે
Valsad, Valsad | Nov 17, 2025 સોમવારના 5 કલાકે પ્રસિદ્ધ કરેલી માહિતી વિભાગ વલસાડે અખબારિયાની વિગત મુજબ વલસાડ જિલ્લામાં સરદાર @ ૧૫૦ – યુનિટી માર્ચ યાત્રા ૨૦૨૫ અંતર્ગત દરેક વિધાનસભા મતવિસ્તારમાં પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રા અંતર્ગત ૧૭૮- ધરમપુર વિધાનસભા વિસ્તારમાં ધરમપુર ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલની ઉપસ્થિતિમાં તા. ૧૯-૧૧-૨૦૨૫ના રોજ સવારે ૮-૦૦ વાગ્યાથી વનરાજ કોલેજ બામટી – ત્રણ દરવાજા – નગરપાલિકા ના વિસ્તારોમાં યોજાશે.