ખેડબ્રહ્મા: શહેરમાં શહેરી વિકાસ યોજના અંતર્ગત 8 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર યોજના ફેઝ-2 નું ખાતમહુર્ત કરાયું
આજે બપોરે 3 વાગે મળતી માહિતી મુજબ ખેડબ્રહ્માન નગરપાલિકા વિસ્તારમાં 8 કરોડ રૂપિયાના ખર્ચે યોજનાના ફેઝ-2 નું ખાતમહુર્ત કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત ખેડબ્રહ્મા શહેરના વિવિધ વિસ્તારોમાં ગટર લાઈન નાખવામાં આવશે. ત્યારે આ ખાતમહુર્ત પ્રસંગે નગરપાલિકા પ્રમુખ ડૉ. પ્રિયંકા ખરાડી, ઉપ-પ્રમુખ, કારોબારી ચેરમેન,ચીફ ઓફિસર સહિત મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.