વડોદરા: ડ્રોનના માધ્યમથી વૈજ્ઞાનિક ઢબે સર્વે,ટ્રાફિક સિગ્નલોના ટાઈમ સેટ કરાશે
વડોદરા : શહેરમાં ટ્રાફિક સુચારુ રીતે ચાલે અને વડોદરા શહેરના નાગરિકોને ટ્રાફિક જંકશન ઉપર લાંબા સમય સુધી ઉભા રહેવું નહીં પડે તે માટે ખોડીયારનગર ચાર રસ્તા ખાતે ડ્રોનના માધ્યમથી સર્વે કરવામાં આવ્યો અને આગામી સમયમાં પણ પ્રથમ તબક્કામાં ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા એલ એન્ડ ટી સર્કલ માણેકપાર્ક સર્કલ સરદાર એસ્ટેટ ચાર રસ્તા વૃંદાવન ચાર રસ્તા જેવા મોટા ટ્રાફિક જંકશનનો ખાતે ડ્રોનના માધ્યમથી વૈજ્ઞાનિક ઢબે દિવસના અલગ અલગ સમયે ટ્રાફિક ફ્લો અંગેનો સર્વે કરાશે.