અડાજણ: સુરત લસકાણામાં માથાભારે ભાગીદારે ગાંજો વેચવા માટે ધમકાવતાં લસકાણામાં યુવકનો આપઘાત
Adajan, Surat | Nov 21, 2025 હત્યા, જીવલેણ હુમલો, અપહરણ, મારામારી, જુગાર સહિત નવ ગુના અને પાસા સહિતનો લાંબો ગુનાહિત ઇતિહાસ ધરાવતાં સુરતના કામરેજનાં માથાભારે યુવક દ્વારા પાનના ગલ્લાની આડમાં ગાંજો વેચવા માટે ધમકી અને માર મારવામાં આવતાં ભાગીદાર યુવકે ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધાની ઘટનાંએ ચકચાર જગાવી છે.ઘટનાને જાણ થતાં જ લસકાણા પોલીસે આ મામલે ગુનો નોંધી ૪૫ વર્ષીય આરોપી વિજય સામત કળથીયા ની ધરપકડ કરી હતી.