રાજકોટ પૂર્વ: વિજયનગર ગામમાં ગેરકાયદેસર દબાણો હટાવામાં આવ્યા, ૧૦ કરોડથી વધુ કીમતની જમીન ખુલ્લી કરાઈ
રાજકોટ તાલુકાના વિજયનગર ગામમાં સરકારી ખરાબાની જમીન પર છેલ્લા કેટલાય સમયથી થયેલું આશરે પાંચ એકર જેટલું વિશાળ અને ગેરકાયદેસર વાણિજ્યિક દબાણ ગઈકાલે, બુધવારના રોજ દૂર કરવામાં આવ્યું હતું. જે જમીનની બજાર કિંમત રૂ. ૧૦ કરોડથી પણ વધુ થવા જાય છે.સરકારી ખરાબાના સર્વે નંબર ૧૧૬ પૈકીની આ જમીન રાજકોટ-મોરબી હાઈવે પર ઉપર આવેલી છે.