તિલકવાડા: પહાડ નવી નગરી વિસ્તારમાંથી ઇંગલિશ દારૂ ના કોટરિયા સાથે એક આરોપીને દબોચી લેતી તિલકવાડા પોલીસ
તિલકવાડા પોલીસને મળેલી બાતમીના આધારે મોજે પહાડ ગામે નવીનગરી વિસ્તારમાં હિતેશ દિનેશભાઈ તડવી ના ઘરે પ્રોહિબ્યુશન અંગે રેડ કરતા ઘરના પાછળના ભાગે મીનીયા થેલામાં વગર પાસ પરમિટના ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ મળી આવ્યો તિલકવાડા પોલીસે ઇંગલિશ દારૂ રોયલ બ્લ્યુ વ્હિસ્કી પ્લાસ્ટિકના કોટરીયા નંગ 96 કિંમત રૂપિયા 9,600 ના મુદ્દામાલ સાથે સદર આરોપી હિતેશ દિનેશભાઈ તડવીને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ તિલકવાડા પોલીસ મથકે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે