પંચમહાલ જિલ્લાના સેવાસદન ખાતે જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જન પ્રતિનિધિઓ દ્વારા વીજળી, નલ સે જલ યોજના હેઠળના જોડાણ, પડતર અરજીઓ, આરોગ્ય સેવાઓ, વિવિધ યોજનાઓની સહાય વિતરણ અને અન્ય પ્રજાલક્ષી પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા. જિલ્લા કલેક્ટરે નાગરિકોને સ્પર્શતા મુદ્દાઓનો ઝડપી અને યોગ્ય નિકાલ કરવા તથા સકારાત્મક અભિગમથી કામ કરવા સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શક સૂચનો આપ્યા.