ગાંધીધામ: કંડલામાં આકસ્મિક ઘટનાઓની સામૂહિક મોકડ્રિલ યોજાઈ
કંડલાના ખારીરોહર ખાતે આવેલા ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડમાં ભૂકંપથી ડીઝલ લીક થતાં આગ ફાટી નીકળવાનો સિન બનાવી રાજ્યકક્ષાની મોકડ્રિલ યોજાઈ હતી.ભૂકંપ, આગ, અને કેમિકલ લીક જેવી ઘટનાઓ સામે નાગરિક સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા આ મોકડ્રિલ યોજાઈ હતી, જેમાં તંત્રના તમામ વિભાગો જોડાયા હતા.