હાલોલ: હાલોલના બજારમાં ભૂગર્ભ ગટરની ચેમ્બરમાં જોડાણની કામગીરી માટે લાભાર્થીઓને બાંયધરી પત્રક પર સહિ લેવાતા લોકોમાં આશ્ચર્ય
હાલોલ નગરના મેન બજારમાં આવેલ ખુલ્લી ગટરો ના વહેતા પાણી ને કાયમી ધોરણે બંધ કરવા માટે ખુલ્લી ગટરો ના જોડાણો ભૂગર્ભ ગટર ની ચેમ્બરો મા જોડાણો આપવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. જે આવકાર દાયક છે પરંતુ સાથે સાથે તે કામગીરી પેટે તે વિસ્તારના જે તે મિલકત ધારકો બાંહેધરી પત્રક લખેલા એક છાપેલા ફોર્મ માં લાભાર્થી ની સહીઓ કરાવતા હોવાને લઇ રહીશો અવઢ માં મુકાયા છે.