આજે તારીખ 05/01/2026 સોમવારના રોજ બપોરે 3.30 કલાક સુધીમાં દેવગઢ બારીયા શહેરમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જન આક્રોશ યાત્રા અંતર્ગત દેવગઢ બારીયા શહેરના ટાવર ચોક ખાતે જાહેર સભાનું આયોજન કરાયું. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા તેમજ વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. જાહેર સભા દરમિયાન કેન્દ્ર તથા રાજ્ય સરકારની નીતિઓ સામે આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા.