ગોધરા: ટિંબાની ઐતિહાસિક 'શ્રી કૃષ્ણ કો-ઓપરેટિવ મિલ'નો થશે પુનર્જન્મ: ₹6 કરોડના ખર્ચે 122 વર્ષ જૂનું વિરાસત ફરી ધમધમશે
ગોધરા તાલુકાના ટિંબા ગામે આવેલી અને વર્ષોથી બંધ પડેલી શ્રી કૃષ્ણ કો-ઓપરેટિવ કોટન સેલ જિનિંગ એન્ડ પ્રેસિંગ મિલ ફરી એકવાર જીવંત થવા જઈ રહી છે. બ્રિટિશ શાસન દરમિયાન, એટલે કે વર્ષ 1902 માં સ્થાપવામાં આવેલી આ મિલ એક સમયે આ વિસ્તારની આર્થિક કરોડરજ્જુ ગણાતી હતી.સમયના વહેણ અને આધુનિક ટેકનોલોજીના અભાવે આ મિલ લાંબા સમયથી નિષ્ક્રિય અવસ્થામાં હતી. જોકે, હવે સહકારી ક્ષેત્રના પ્રયાસો અને સરકારના સહયોગથી ₹6 કરોડના ખર્ચે આ મિલને ફરી બેઠી કરવાનો મક્કમ નિર્ણય લેવા