જોડિયા: ખીરી નજીક હોટલમાં બબાલ બાદ છરી વડે હુમલો કરાયાની પોલીસ ફરિયાદ નોંધાઈ
ફરીયાદીના ટ્રાન્સપોર્ટમાં ટ્રક ડ્રાઇવિંગનુ કામ કરતા નિલેશભાઈ ભીમાભાઇ વિરમગામાનાઓ પોતાના મિત્ર ઈકબાલ સાથે ખીરી પાસે આવેલ શિવ લહેરી હોટલમાં જમવા ગયા હતા, ત્યારે હોટલના કાઉન્ટર પર બેસેલ નરેન્દ્રસિંહ સરવૈયા નિલેશભાઈ સાથે જમવા આપવાની બાબતે ઝઘડો કરી એકદમ ઉશ્કેરાઈ જઈ, પોતાની પાસે રહેલ છરીથી નિલેશભાઈના શરીરે ઘા મારતા નરેન્દ્રસિંહ સરવૈયાએ મારી નાખવાના ઇરાદે જીવલેણ હુમલો કર્યો, નિલેશભાઈને પેટના ભાગે પડખામાં તથા છાતીના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી.