સુરત જિલ્લાના માંડવી તાલુકા સિ્થત કેવડી ઈકો ટુરિઝમ સાઈટ ખાતે વિસડાલીયા ક્લસ્ટરના 'રૂરલ મોલ'| આઉટલેટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી પ્રવીણ માળીના હસ્તે આ આઉટલેટ અને ગુલી ઉમર વન ચોકી ખાતે નવનિરિ્મત જંગલી મરઘા ઉછેર કેન્દ્રનું પણ ઉદ્ઘાટન કરાયું હતું. રૂરલ મોલ પાછળ ૧૫ લાખ રૂપિયા અને મરઘા ઉછેર કેન્દ્ર પાછળ 50 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે.