ભુજ: મખણા-પાયરકા પાસેથી દેશી બંદૂક સાથે શખ્સ પકડાયો
Bhuj, Kutch | Nov 25, 2025 મખણા - પાયરકા માર્ગે બાવળોની ઝાડીમાંથી કોડકીના શખ્સને ગેરકાયદે રાખેલી દેશી બંદૂક સાથે એલસીબીએ ઝડપી પાડયો હતો. એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમી મળી હતી કે, મખણાથી પાયરકા જતા માર્ગે બાવળોની ઝાડીઓમાં એક ઈસમ શંકાસ્પદ પ્રવૃત્તિ સાથે છે. આથી ત્યાં જઈ તપાસ કરતા સાલેમામદ ઈબ્રાહીમ ચાવડા (ઉ.વ. 58, રહે કોડકી જનરલ હોસ્પિટલ પાસે, કોડકી, તા. ભુજ)ને એક સિંગલ બેરલ દેશી બનાવટની બંદૂક સાથે મળતાં આ બંદૂકના પરવાના અંગે પૂછતાં તેની પાસે ન હોવાથી રૂા. 100