ભાવનગર રેલવે વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર ભાવનગરથી ઉપડતી હરિદ્વાર ટ્રેન 6 કલાકને 40 મિનિટ મોડી ઉપડશે. આજે તારીખ 5 ફેબ્રુઆરીના રોજ રાત્રે 8:20:00 કલાકે ભાવનગર ટર્મિનસ સ્ટેશનથી હરિદ્વાર તરફ જાતી ટ્રેન નિયમિત સમય મુજબ ઉપાડતી હોય છે. જે આજે 6 કલાક 40 મિનિટ મોડી એટલે કે તા.6 ફેબ્રુઆરીના રોજ સવારે 3 કલાકે ઉપડશે. જે અંગે યાત્રિકોને નોંધ લેવા રેલવે વિભાગ દ્વારા જણાવાયું હતું.