રાજકોટ: શહેરની જાણીતી SNK સ્કૂલ પાસે આજે બપોરના સમયે ટ્રાફિક પોલીસ અને વાલીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા. શાળા છૂટવાના સમયે સંતાનોને લેવા આવેલા વાલીઓના વાહનોને ટ્રાફિક પોલીસે વ્હીલ લોક મારી દીધા હતા અને દંડ પેટે ₹1000ની રોકડમાં ઉઘરાણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચકચાર મચી ગઈ છે.