જુનાગઢ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 2024 25 ના વર્ષમાં પ્રોહિબિશનના 48 ગુન્હામાં પકડાયેલ કુલ 9967 બોટલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો છે.જુનાગઢ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ,Dysp હિતેશ ધાંધલીયા, આબકારી ખાતાના અધિકારી બી.બી વેકરીયા,બી ડિવિઝન ના પી.આઇ જે જે પટેલ,સી ડિવિઝન ના પી.આઇ એ.બી ગોહિલ ની કમિટી બનેલ જે કમિટીની હાજરીમાં કુલ 48 ગુનાની 9,967 બોટલ જેની કિંમત રૂપિયા 45,43 649 ના જથ્થાનો ડુંગરપુર ખાતે નાશ કરાયો છે.