વડોદરા પશ્ચિમ: ચોથા વર્ગના કર્મચારીઓ કાયમી થવાની માંગ સાથે પાલિકાએ પહોંચ્યા.
શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓ કાયમી થવાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા છે ત્યારે આજે પાલિકાની સામાન્ય સભા માટે આવેલાં કોર્પોરેટરોને રજુઆત કરવા શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓ પહોંચ્યા હતા. અને કાયમી કરવાની દરખાસ્ત સામાન્ય સભામાં લાવી મંજૂર કરવાની માંગ કરી હતી. જોકે સામાન્ય સભામાં ૨ મિનિટનું મૌન રાખી સભા મુલત્વી રાખી હતી.