વરાછા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સુરતના ઉદ્યોગપતિ દ્વારા 1100 દીકરીઓને"હીરાબા નો ખમખાર યોજના અન્વયે આર્થિક સહાય
Majura, Surat | Dec 14, 2025 સુરતના વરાછા ખાતે રવિવારના રોજ સુરતના ઉદ્યોગપતિ પિયુષ દેસાઈ ની આગેવાની હેઠળ હીરાબાનો ખમકાર કાર્યક્રમ યોજાયો હતો. 21000 દીકરીઓને અભ્યાસ માટે આર્થિક 7,500 ની રાશિ ની જાહેરાત પિયુષ દેસાઈ દ્વારા કરવામાં આવી છે. જે અન્વયે રવિવારે વરાછા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં 1100 દીકરીઓને રૂપિયા 7500 ની રાશી ના ચેક આર્થિક સહાયરૂપે અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શહેરની નામી અનામી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. જેઓએ તેમના આ કાર્યને બિરદાવ્યો હતો.