લીંબડી: લીંબડી ના ગેડી થી પરનાળા રોડનુ રિસરફેસિંગ કામ હાથ ધરાતા બિસ્માર રસ્તાનો જુનો પ્રશ્ર્ન હલ થતા લોકોમાં આનંદ ની લાગણી છવાઈ
માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા લીંબડીના ગેડી થી પરનાળા રોડનું રિસરફેસિંગ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ રોડના નવીનીકરણ માટે અંદાજે બે કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. નવા રોડ બનવાથી પરાલી અને પરનાળા ગામના રહેવાસીઓને ખૂબ જ મોટી રાહત અને પરિવહન સુવિધા મળી રહેશે. ખેડૂતો, વિદ્યાર્થીઓ અને દૈનિક પ્રવાસીઓનો સમય અને ઇંધણ પણ બચશે.