ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઇ એ એ જાડેજા અને પીએસઆઈ ડીજે ઝાલાની સૂચનાથી ભચાઉ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ હેડ કોન્સ્ટેબલ ઈકબાલખાન નાગોરીએ બાતમીના આધારે નાની ચિરઈ જૂના ડેમ પાસે બાવળોની ઝાડીમાં ચોરી અથવા છળકપટથી મેળવેલ કોપર વાયર સાથે આરોપી હાજી ભચુ નાગડા અને અકુડો હુસૈન પરીટને ઝડપી પાડયો હતો.