જૂનાગઢ ખાતે સંગઠન પર્વ અંતર્ગત સ્વનિર્ભર શાળા સંચાલકોની એક મહત્વપૂર્ણ જિલ્લા સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જૂનાગઢ જિલ્લાના સ્વનિર્ભર પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શાળાઓના સંચાલકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ જતીન ભરાડ તથા મહામંત્રી મનહર રાઠોડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.