કાલોલ તાલુકાના મોટી શામળદેવી, નાની શામળદેવી, હિંમતપુરા, ઝાંખરીપુરા અને ફૂટેવાર એમ પાંચ ગામોની જોડતી સીમમાં દેલોલથી હિંમતપુરા, ઝાંખરીપુરા, શામળદેવીથી સ્ટેશન રોડ પર આવેલ શ્રી હનુમાનદાદાની પાવન ભુમિના સ્થાનક ખાતેના પુજારી ગોપાલનંદજી મહારાજના માર્ગદર્શન હેઠળ પાંચેય ગામોના સાથ સહકારથી સોમવારે શિવશકિત પંચકુડી મહાયજ્ઞ અને સુંદરકાંડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.