વડોદરા : અજાણ્યા બિલ્ડર દ્વારા ગેરકાયદેસર બાંધકામ થતું હોવાથી વારસિયા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી.આ અરજી આધારે ફરિયાદ નોંધાવવા બદલ આક્ષેપિત દ્વારા પીઆઈના નામે કુલ 5 લાખની લાંચની માંગણી કરવામાં આવી હતી.જેમાં ફરિયાદ પહેલાં રૂ.2.50 અને બાદમાં બાકી રૂ.2.50 લાખ આપવાની શરત મૂકાઈ હતી. લાંચની હેતુલક્ષી વાતચીત બાદ રૂ.2.50 લાખ સ્વીકારતાં એસીબીની ટીમે સુરેશભાઈ તોલાણીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.