સુરત જિલ્લાના માંડવી તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરવા અને ગેરકાયદેસર ધર્મ પરિવર્તન કરાવવાના આરોપસર પિતા-પુત્રની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓ પૈકી એક વ્યક્તિ સરકારી શાળાનો આચાર્ય છે અને ધર્માતરણ સાથે સંકળાયેલા ટ્રસ્ટનું સંચાલન કરે છે.માંડવી ખાતે ન્યુ લાઈફ ક્લિનિકના તબીબ અંકિત ચૌધરીએ એક પરિણીતાને તેની બીમાર પતિની સારવાર કરાવવા આવતા પ્રેમજાળમાં ફસાવી હતી.