સાયલાના વાટાવચ્છ ગામની સીમમાંથી ગેરકાયદેસર ખનન મામલે કુલ રૂ.૯૯.૬૮ કરોડનો દંડ વસુલ કરવા જીલ્લા ખાણ ખનીજ વિભાગે નોટીસ ફટકારી.ગેરકાયદેસર ખોદકામ મામલે ખાણ ખનીજ વિભાગે ખોદકામ કરનાર તેમજ ઝડપાયેલા વાહન માલિક સહિત કુલ ૧૨ શખ્શોને નોટિસ ફટકારી.સ્થળ પર માપણી કરવામાં આવતા અંદાજે ૨૫ લાખ મેટ્રિક ટન થી વધુ બ્લેક ટ્રેપનું ખનન કરવામાં આવ્યું હોવાનું જણાઈ આવ્યું. ગેરકાયદેસર ખનીજનું ખનન પર્યાવરણને નુકસાન કરવા બદલ દંડ સહિત કુલ રૂ.૯૯.૬૮ કરોડની વસૂલાત માટે નોટિસ આપી