પંચમહાલ જિલ્લામાં પરપ્રાંતીય કામદારો અંગે જાહેરનામાનો અમલ કરાવતા SOG પોલીસે જાફરાબાદ ગામે કાર્યવાહી કરી હતી. ગોધરા તાલુકાના જાફરાબાદ પાસે આવેલ ન્યૂ રામદેવ ચૌધરી ધાબામાં તપાસ દરમિયાન સંચાલક મોમતારામ મુલારામ ચૌધરીએ રાજ્ય બહારના કામદારોને સ્થાનિક પોલીસમાં નોંધણી કે જાણ કર્યા વગર નોકરીએ રાખ્યા હોવાનું સામે આવ્યું. જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ થવાને કારણે ગોધરા શહેર એ ડિવિઝન પોલીસમથકે સંચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.