સુરત: શહેરમાં નશાના કારોબાર સામે લાલ આંખ કરતા સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે દરોડો પાડીને એક શખ્સને એમ.ડી. ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપી પાસેથી ડ્રગ્સ અને અન્ય ચીજવસ્તુઓ મળી કુલ ₹3,48,410 નો મુદ્દામાલ કબજે કર્યો છે.ગઈકાલ તારીખ ૧૦/૦૧/૨૦૨૬ ના રોજ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે એક શખ્સ નશીલા પદાર્થ સાથે પસાર થવાનો છે.