તારાપુરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાનપુર ખાતે ગ્રામ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન નાયબ કલેકટર કુંજલ શાહે ગ્રામજનો તરફથી રજૂ થયેલ પ્રશ્નો સાંભળી તે અંગે જરૂરી ચર્ચા કરી હતી. ત્યારબાદ તારાપુર તાલુકાના ખાનપુર ગામ ખાતે મામલતદાર કોર્ટ એક્ટ અન્વયે સ્થળની મુલાકાત લીધી હતી. તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્ર તારાપુર ખાતે રોગી કલ્યાણ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.