આજે તારીખ 09/01/2026 શુક્રવારના રોજ સાંજે 6 કલાક સુધીમાં સંજેલી ટાઉન વિસ્તારમાં પતંગ દોરીનું વેચાણ કરનાર દુકાનદારો સાથે સંજેલી પોલીસ સ્ટેશન ખાતે બેઠક યોજાઈ. બેઠકમાં અંદાજે ૨૦ થી ૨૫ દુકાનદારો ઉપસ્થિત રહ્યા. ચાઇનીઝ દોરી અને તુક્કલ અંગે લાગુ જાહેરનામાની વિગતવાર સમજ આપવામાં આવી. ચાઇનીઝ દોરીનું વેચાણ ન કરવા અંગે સ્પષ્ટ સૂચના આપી અને ભંગ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું.