ગ્રુપમાં મેસેજ આવતાની સાથે જ તે વિસ્તારના ગ્રાઉન્ડ ઓફિસર ઘટનાસ્થળે પહોંચી તપાસ કરશે. જો 10 મિનિટથી વધુ સમય સુધી ધુમાડો ચાલુ રહે અને પ્રદૂષણનું સ્તર 150 SPM (Suspended Particulate Matter) थी વધુ જણાશે, તો નોટિસ આપવામાં આવશે. પ્રથમ તબક્કે 25,000થી લઈને લાખો રૂપિયા સુધીનો દંડ અને વારંવારના ઉલ્લંઘન પર ફેક્ટરીનું લાયસન્સ રદ કરવાની જોગવાઈ છે.