આજે તારીખ 23/12/2025 મંગળવારના રોજ બપોરે 3 કલાક સુધીમાં મામલતદાર કચેરી દેવગઢબારીઆ ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ઈન્ચાર્જ પોલીસ અધિક્ષકના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.કાર્યક્રમ દરમિયાન તાલુકાના વિવિધ ગામોમાંથી આવેલ અરજદારોના પ્રશ્નો અને ફરિયાદોની સાંભળણી કરવામાં આવી હતી તેમજ સંબંધિત અધિકારીઓ દ્વારા અનેક પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો.