હાલોલના કણજરી ગામે આવેલ રામજી મંદિર ખાતે યોજાનાર નવકુંડી શિવશક્તિ રુદ્ર મહાયજ્ઞ અને સત્સંગ કથા કાર્યક્રમના પૂર્વ આયોજન અંગે મંદિરના મહંત પૂજ્ય રામશરણદાસજી મહારાજ દ્વારા આજે રવિવારે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો તેમજ વિસ્તારના સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા.બેઠક દરમિયાન આ વર્ષે યોજાનાર નવકુંડાત્મક શિવશક્તિ રુદ્ર મહાયજ્ઞ સાથે જોડાયેલા તમામ ધાર્મિક અને વ્યવસ્થાપન મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.