માંગરોળ, માળીયા હાટીના વિધાનસભા વિસ્તારના તરશિંગળા થી અમરાપુર માર્ગ ઉપર આવેલ બ્રિજના રૂ.૩ કરોડના ખર્ચે થનારા નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત માનનીય ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગઠીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી એ જણાવ્યું હતું કે, પ્રસ્તાવિત બ્રિજના નિર્માણથી વિસ્તારના ગ્રામજનોને અવરજવર માટે મહત્વપૂર્ણ સુવિધા મળશે.