નાંદોદ: સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સૌ પ્રથમ વખત નેશનલ કક્ષાની સાઈક્લોથોન યોજાઈ
Nandod, Narmada | Nov 17, 2025 ગુજરાત સરકારના પ્રવાસન, રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આ પ્રકારની ઈવેન્ટમાં સૌ પ્રથમ વખત સાઈક્લિસ્ટોને સૌથી વધુ રોકડ રકમ આપવામાં આવી હતી. જેમાં બંને વિભાગોમાં પ્રથમ ક્રમાંકને રૂપિયા ત્રણ લાખ, બીજા ક્રમે આવનાર સ્પર્ધકને રૂપિયા બે લાખ અને તૃતીય ક્રમે રહેલા સ્પર્ધકને રૂપિયા એક લાખનું રોકડ ઈનામ આપવામાં આવ્યું હતું. સાથે અન્ય 13-13 સ્પર્ધકોને પ્રોત્સાહન રૂપે રોકડ ઈનામો અપાયા હતા.