સુરતના કન્ટ્રક્શનના વેપારીએ ભરતનગર પોલીસ ખાતે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ચાર શખ્સો સામે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, તેઓને પૈસાની જરૂર હોય જે અંગે વ્યાજે પૈસા લઈ સિક્યુરિટી પેટે જમીન મૂકી હતી. જે જમીન વેચી દીધા મામલે 4 શખ્સો સામે ભરતનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે ભરતનગર પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરાતા રિમાન્ડ મંજૂર કરાયા હતા.