દાહોદ: દાહોદ જિલ્લાના વિવિધ ગામોમાં રવિ પાકોની વાવણી પુર્વે પ્રાકૃતિક ખેતીની નવેમ્બર મહિનામાં ૧૫૦થી વધુ કલસ્ટર તાલીમ યોજાઇ
Dohad, Dahod | Nov 29, 2025 દાહોદ જિલ્લામાંથી વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે આત્મા પ્રોજેક્ટ દ્વારા જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની તાલીમ માટે ૨૦૪ કલસ્ટર બનાવવામાં આવ્યા છે જેમાં દરેક કલસ્ટર દીઠ કૃષિ સખી બહેનો અને CRP ભાઇઓ દ્વારા તાલીમ આપવામાં આવે છે. દાહોદ જિલ્લામાં નવેમ્બર મહિનામાં ૧૫૦થી વધુ કલસ્ટર તાલીમ આપવામાં આવી હતી.