વહેલી સવારે 2:25 કલાકે તારાપુર વટામણ રોડ પર ઇસરવાડા પાસે ( રૂ ની ગાંસડી ભરેલ ટ્રક માં આગ લાગેલ નો કોલ કરમસદ આણંદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ ના કંટ્રોલરૂમ મળેલ. જ્યાં આણંદ ફાયર ઓફિસર ધર્મેશ ગોર ની સુચના મુજબ ફાયર ડ્રાઈવર પ્રદીપસિંહ સોલંકી ફાયરમેન જયેશભાઈ ઠાકોર, કૃષ્ણરાજસિંહ રાઉલજી, વિશાલકુમાર પઢિયાર તુરતજ ઘટના સ્થળે પહોંચી 2 કલાક ની ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ બુઝાવેલ. જેમાં સમગ્ર ઘટના દરમ્યાન કોઈ પણ જાત ની જાનહાનિ થયેલ નથી.