ગોધરા: ગોધરા શહેર એ ડિવિઝન પોલીસે નવરચના સ્કૂલ પાછળ મેસરી નદીના ધાસમાં જુગાર રમતાં 6 ઇસમોને ઝડપી પાડ્યા હતા.
ગોધરા શહેર એ ડિવિઝન પોલીસે નવરચના સ્કૂલ પાછળની મેસરી નદીના પટમાંથી પત્તા-પાના વડે જુગાર રમતાં 6 ઇસમોને ઝડપી પાડ્યા. ચોક્કસ બાતમી આધારે 18 નવેમ્બરના રોજ પોલીસ ટીમે દરોડો પાડ્યો હતો. સ્થળ પરથી સુલેમાન વલિયા, સદ્દામ શેખ, જીતેન પ્રજાપતિ, ઈકબાલ ભીખા, અબ્દુલ કરીમ શેખ અને ઝહીરખાન પઠાણ ઝડપાયા. તપાસ દરમ્યાન તેમની પાસે રૂ. 10,270 રોકડ અને દાવ પરના રૂ. 1,800 મળી કુલ રૂ. 12,070 મુદામાલ કબજે લેવામાં આવ્યો. તમામ સામે જુગારધારા મુજબ ગુનો નોંધાયો.